રોડ દુર્ઘટના માં ઘાયલ થયેલ વ્યક્તિની મદદ કરનાર લોકો (ગુડ સમરીટન) ને ₹ 5000 રોકડ સહાયતા આપવા માટે સરકાર ની નવી યોજના
★ દિન પ્રતિદિન વધતા જતા અકસ્માત ચિંતા નો વિષય બન્યો છે. તેમાં ઘાયલ થતા લોકો ને ત્વરિત સારવાર મળી રહે તે માટે લોકો અકસ્માત નો ભોગ બનેલ લોકો ને હોસ્પિટલ સુધી પહોઁચાડવા આગળ આવે તેં માટે સરકાર દ્રારા નવી યોજના અમલ માં મુકવામાં આવી છે.
★ આ માટે (Ministry Of Road Transport and Highway) દ્રારા શરૂઆત મા દરેક રાજ્ય મા અલગ થી બનાવેલ ખાતા મા 5 લાખ રૂપિયા જમા કરાવવા માં આવશે.
જીવ બચાવનાર (ગુડ સમરીટન) નું નામ મંત્રાલય દ્રારા બનાવેલ પોર્ટલ પર મુકવામાં આવશે.
★ ગોલ્ડન અવર - અકસ્માત પછી શરૂઆત નો એક કલાક ગોલ્ડન અવર તરીકે ઓળખાય છે જેમા ઘાયલ વ્યક્તિ નો જીવ બચવાની મહત્તમ શક્યતા હોય છે.
★ અકસ્માત માં ઘાયલ થયેલ લોકો ને ગોલ્ડન અવર મા હોસ્પિટલ સુધી પહોંચાડી જીવ બચાવનાર વ્યક્તિ (ગુડ સમરીટન) ને ₹ 5000 ઇનામ અને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.
જે રકમ ગુડ સમરીટન ના બેંક ખાતા મા જમાં કરવામાં આવશે
★ એક વ્યક્તિ એક વર્ષ માં વધું માં વધું 5 વાર આ એવોર્ડ માટે નામાંકન કરી શકશે.
જો એક કરતાં વધારે (ગુડ સમરીટન) હસે તો ઇનામ ની રકમ સરખા ભાગે વહેંચવા માં આવશે.
★ આવી રીતે રાષ્ટ્રીય કક્ષાએ પણ 10 એવોર્ડ આપવામાં આવશે.જેમાઁ દરેક રાજ્ય માથી 3 નામ મોકલવામાં આવશે.
રાષ્ટ્રીય કક્ષાએ ગુડ સમરીટન ને 1 લાખ નું વળતર અને
પ્રશંસાપત્ર આપી સન્માન કરવામાં આવશે.
★ આ યોજના 15 ઓકટૉબર 2021 થી 31 માર્ચ 2026 સુધી અમલ માં રહેશે.
■ ગુડ સમરીટન ના વળતર માટે ફોર્મ જે પોલીસ સ્ટેશન દ્રારા ભરી આપવામા આવશે.
1 Comments
Good work of gujarat goverment
ReplyDelete